મોરબીના કોંગ્રેસ આગેવાનની પુત્રીના લગ્ન સાદાઈપૂર્વક યોજાયા

- text


મોરબી : મોરબીનાં રબારી સમાજનાં તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન રમેશભાઈ બી. રબારીની પુત્રી સૂરજબેનનાં લગ્ન ગઈકાલે તા. 30 જૂનના રોજ યોજવામાં આવેલ હતા. આ લગ્નોત્સવ સરકારના નિતિ-નિયમો મુજબ મર્યાદિત સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવવામાં આવેલ હતો.

સામાન્ય રીતે, રબારી સમાજમાં થતાં પ્રસંગોમાં ભારે સંખ્યામાં લોકો હાજરી આપતા હોય છે, પરંતુ જ્ઞાતિના આગેવાન તરીકે પોતાના ઘેર પ્રથમ જ પ્રસંગ હોય તેમ છતાં સાવ સાદાઈથી અને સરકારના નિયમાનુસાર પ્રસંગ કરેલ હતો. તેમજ આવી રીતે જ્ઞાતિજનોને પ્રેરણા આપેલ કે તેઓ પણ આ નિયમોને અનુસરે. આ રીતના પ્રસંગોથી સમાજમાં કુરિવાજો ખત્મ થશે અને ખોટા ખર્ચાઓથી પણ બચી શકાશે.

- text

- text