વાહન વ્યવહાર અધિકારી દ્વારા વાહન પર ધીરાણ કરતી બેંકો તથા નાણાકીય સંસ્થાઓ જોગ

- text


મોરબી : વાહન પર ધીરાણ કરતી બેંકો/નાણાકીય સંસ્થાઓએ તેઓ દ્વારા ધીરાણ કરવામાં આવેલ વાહનો પર હાયપોથીકેશનની નોંધ અવશ્ય કરાવવી વાહન માલિક દ્વારા લોનના હપ્તા ચડત થઇ જાય અને વાહન જપ્ત કરવામાં આવે ત્યારે મોટર વાહન નિયમોનુસારા FRC ની પ્રક્રિયા ફરજીયાતપણે કરવાની રહેશે. તેમજ જપ્ત કરેલ વાહનોની માહિતી દર માસની પહેલી તારીખે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીને મોકલી આપવાની રહશે. જપ્ત કરેલ વાહનોની બાકી રહેલા ટેક્ષ ભરવાની જવાબદારી બેંક/નાણાકીય સંસ્થાની રહેશે. ઉપરોક્ત સુચનાનો ચુસ્તપણે અમલ કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવવામા આવેલ છે.

- text