કોરોના અપડેટ : ચરાડવા ગામે 4 મકાનોનો કટેનમેન્ટ ઝોન સમાવેશ

- text


કોરોનાના પોઝિટિવ દર્દી જ્યાં ઉઠતા બેસતા હતા તે બાજુની શેરીના મકાનને પણ ક્વોરન્ટાઇન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનોનો 15 મો કેસ નોંધાયો હતો. જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રે ચરાડવા ગામે દોડી જઈને તકેદારીના પગલાં લીધા હતા. કોરોના પોઝિટિવ દર્દીની શેરીના ચાર મકાનોનો કન્ટેન્ટમેન્ટમાં સમાવેશ કર્યો છે અને આ વિસ્તારના 24 લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ કોરોનાના પોઝિટિવ દર્દી જ્યાં ઉઠતા બેસતા હતા તે બાજુની શેરીના મકાનને પણ ક્વોરન્ટાઇન કરાયું છે.

- text

હળવદના ચરાવડા ગામના કનુભાઈ ભાણાભાઈ હળવદીયા (ઉ.54)ને શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા બાદ જ્યાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ચરાડવાના કોરોનાથી સંક્રમિત થયેલા આધેડની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તેઓ અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. હાલ તો કનુભાઈ રાજકોટ સિવિલમાં દાખલ છે. અને તેમની તબિયત સ્ટેબલ છે. મોરબી આરોગ્ય વિભાગ સહિત તંત્રએ ચરાડવા ખાતે તેમના ઘરે પહોંચી જરૂરી તકેદારી અને કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોરોના પોઝિટિવ દર્દીની શેરીના ચાર મકાનોનો કન્ટેન્ટમેન્ટમાં સમાવેશ કર્યો છે અને આ વિસ્તારના 24 લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ કોરોનાના પોઝિટિવ દર્દી જ્યાં ઉઠતા બેસતા હતા તે બાજુની શેરીના મકાનને પણ ક્વોરન્ટાઇન કરાયું છે.

- text