મોરબી : વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

- text


મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

- text

મોરબીના જુના ઘુટુ રોડ પર હરેશભાઇ જલાભાઇ દેવસુર (ઉ.વ-૨૩, ધંધો-મજુરી, રહે-સુમતીનાથ સોસાયટી વાવડી રોડ)એ પોતાના એકટીવામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની એપીસોડ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૭ રાખેલ હતી. જેને સીટી બી ડીવી. પોલીસે પકડી પાડ્યો હતો. તેમજ મોટર સાઇકલ સહીત 22,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

- text