પીપળીમાં પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ

મોરબી : ગઈકાલે તા. 20ના રોજ મોરબી તાલુકાના પીપળી ગામે પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી. મૃતદેહ પરથી પુરુષની ઉંમર 60 થી 65 વર્ષની હોવાનું જણાય રહ્યું છે. આ બનાવ અંગે ગામના સરપંચ પ્રવિણસિંહ સતુભા ઝાલા એ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

- text