મોરબીના અંબીકા રોડ પર મોતના માંચડા સમાન જર્જરિત દીવાલ : તંત્ર બેધ્યાન

- text


મોરબી : મોન્સૂનની પ્રી-એક્ટિવિટી દરમ્યાન જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ મોન્સૂન સક્રિય થયું હોય એવું વાતાવરણ જોવા મળે છે. જો કે પ્રિ-મોન્સૂનની કામગીરીમાં તંત્ર હજુ સક્રિય થયું હોય એવું નથી જણાઈ રહ્યું. શહેરમાં ઘણી એવી જર્જરિત ઇમારતો છે જે પડુ-પડુ થઈ રહી છે. છતાં તંત્ર એના પ્રત્યે લાપરવાહ છે.

- text

શહેરના માધાપરની પાસે આવેલા અંબિકા રોડ સ્થિત વર્ષોથી એક બંધ ગોડાઉનની દીવાલ હાલ ભયજનક સ્થિતિમાં હોવા છતાં તંત્રના ધ્યાને આવી નથી. આ રસ્તા પરથી રોજ સેંકડો વાહન ચાલકો પસાર થાય છે. સ્કૂલે જતા બાળકો પગપાળા અહીંથી પસાર થાય છે. વર્ષોથી બંધ આ ગોડાઉનની દીવાલો પરથી વારંવાર પથ્થરો પડ્યા કરે છે. સદભાગ્યે અત્યાર સુધી કોઈ મોટો અકસ્માત થયો નથી. પણ અકસ્માત નહીં થાય એવું માનીને તંત્રવાહકો આ ભયજનક દીવાલ પ્રત્યે લાપરવાહ હોય એવું જણાઈ રહ્યું છે.

- text