મોરબીમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 58ના સેમ્પલ લેવાયા : રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા

- text


 

 

મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે. આ બન્ને દર્દી સહિત કુલ 58 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. બીજી બાજુ રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

ટંકારાના જીવાપર ગામે રહેતા 23 વર્ષના યુવક અને મોરબીના ઘુટુ રોડ ઉપર ફેકટરીમાં રહેતા 23 વર્ષના યુવનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્નેના સેમ્પલ લેવામાં આવ્યા છે. ટંકારાના યુવાનને રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ અને મોરબીના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગે રૂટિન 56 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ પણ લઈને રિપોર્ટ માટે મોકલી આપ્યા છે.

- text

બીજી તરફ ગઈકાલે રવિવારે મોરબીમાં ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દર્દીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 55 લોકોના રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ તમામનાં સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે આજે જાહેર થયા છે. તમામ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જેથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

- text