મોરબી : એક શંકાસ્પદ દર્દી સહિત 69 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ

- text


શુક્રવારે લેવાયેલા 69 લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે શુક્રવારે હળવદના એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 69 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

- text

ગઈકાલે શુક્રવારે રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ હળવદના કેદારીયા ગામના 46 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયેલા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 68 લોકોના સેમ્પલ લેવાયા હતા. આ તમામ સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text