મોરબીના અમરેલી-ખીજડિયાની નવી કેનાલમાં એક માસમાં જ મસમોટી તિરાડો પડી

- text


એક માસ પહેલા બનાવેલી કેનાલની ઘોર દુર્દશા થતા સ્થાનિકોએ કેનાલના કામમાં ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો

મોરબી : મોરબીના અમેરલી-ખીજડિયાની નવી કેનાલની એક માસમાં જ ઘોર અવદશા થઈ ગઈ છે. આ કેનાલ એક માસ પહેલા બનાવેલી હતી. જેમાં નાલા સહિતના કામો બાકી છે. પણ આ કેનાલના કામમાં લોટ પાણીને લાકડા જેવી સામગ્રી વપરાય હોય તેમ થોડા જ દિવસોમાં નવી કેનાલમાં માસમોટી તિરાડો પડી ગઈ છે. કેનાલ એકદમ ભંગાર હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિકોએ કેનાલના કામમાં ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે.

- text

મોરબીના અમરેલી અને ખીજડિયા ગામને જોડતી કેનાલને એક માસ પહેલા જ બનાવવામાં આવી હતી. કેનાલમાં દીવાલો બનાવવામાં આવી છે અને નાલા સહિતનું કામ હજુ બાકી છે. પણ એક માસમાં નવી કેનાલ ધૂળધાણી થઈ ગઈ છે. કેનાલની દીવાલોમાં સમાંતરે એટલી મસમોટી તિરાડો પડી ગઈ છે કે જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આજુબાજુમાં જળબંબાકાર થઈ જાય તેવી ગંભીર હાલત છે. સ્થાનિકોએ આક્રોશભેર જણાવ્યું હતું કે એક માસમાં આ કેનાલ ભંગારમાં ફેરવાઈ ગઈ છે. ત્રણ કિમિ સુધી આ કેનાલ ફાટી ગઈ છે. કેનાલની હાલત એટલી હદે ખરાબ છે કે તે જોઈને કોઈને ન લાગે કે આ કેનાલ એક માસ પહેલા બનાવી હશે! હજુ તો કેનાલમાં પાણી આવ્યું નથી અને જો પાણી આવે તો કેવી હાલત થાય એ વિચારીને ધ્રુજી ઉઠાય છે. તેથી, આ કેનાલના કામમાં જવાબદારોએ મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર કર્યો છે. આથી, આ બાબતે યોગ્ય તપાસ કરવા અને કેનાલનું યોગ્ય રીતે કામ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે.

- text