હળવદ મામલતદાર કચેરી ખાતે બ્રાહ્મણી નદીની જપ્ત થયેલ રેતીની હરાજી કરાઈ

- text


સરકારને રૂ. ૩૦ લાખથી વધુની આવક થઈ : ૨૨ લોકોએ હરાજીમાં ભાગ લીધો

હળવદ : થોડા દિવસ પહેલા હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પટમાં બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનન કરવામાં આવેલી રેતીનો મસમોટો જથ્થો ખાણખનીજ વિભાગ દ્વારા ઝડપીને સીઝ કરવામાં આવ્યો હતો. આ સીઝ કરાયેલા રેતીના જથ્થાની ગત સોમવારના રોજ જાહેર હરાજી રાખવામાં આવી હતી. પણ રેતી ખરીદનારાઓએ કાર્ટેલ રચીને રેતીનો ભાવ ખુબ નીચો બોલતા અંતે તે દિવસે હરાજી મોકૂફ રાખવામાં આવી હતી. આજે ફરીથી હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી રાખવામાં આવેલ હતી. જેમાં ૨૨ ખરીદદારોએ ભાગ લીધો હતો. જેમાં જપ્ત કરાયેલ રેતીનો મહત્તમ ૭૦ રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનો ભાવ રાખવામાં આવ્યો હતો. જે ૭૪ થી ૭૬ રૂપિયા સુધી પ્રતિ મેટ્રિક ટન એ વેચાય છે.

- text

થોડા દિવસો પહેલા હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પ્લોટોમાંથી ખાણખનીજ વિભાગે પોલીસ તંત્રને સાથે રાખીને બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ઉસડેલી રેતીનો ૪૩,૧૭૦ મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે રેતીના આ જથ્થાની આજ રોજ જાહેર હરાજી કરવામાં આવેલ હતી. જેમાં રેતી ખરીદવા માટે ૨૨ ખરીદદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાણ ખનીજ તરફથી મહતમ પ્રતિ મેટ્રિક ટનનો ૭૦ રૂપિયા ભાવ રખાયો હતો. ત્યારબાદ હાજર રહેલ રેતીના ખરીદદારો એ બોલી લગાવી હતી. જેમાં ૭૪ થી ૭૬ રૂપિયા સુધી આ રેતી ખરિદદારોએ ખરીદી હતી. જેથી, ઝડપાયેલ રેતીનો હિસાબ કરવા જઈએ તો રાજ્ય સરકારને ૩૦ લાખથી વધુની આવક થઈ છે. આ હરાજીમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંગ, મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી યુ. કે. સીંઘ, દીક્ષિતભાઈ, અંકુરભાઇ, ભરતભાઇ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

- text