કોરોના અપડેટ : સોમવારે લેવાયેલા 59 સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે 59 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાથી 3 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલમાં મોરબી જિલ્લાના ટંકારાના જયનગર ગામના કોરોનાગ્રસ્ત 38 વર્ષના યુવાનની રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેની પણ તબિયત સારી હોવાથી થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. ત્યારે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે જુદી જુદી હોસ્પિટલમાં લેવામાં આવેલા 59 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ આજે મંગળવારે કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text