ટંકારાના પોઝિટિવ દર્દી ભાવેશભાઈ ભાગિયા હાલ સ્વસ્થ : ‘મોરબી અપડેટ’ સાથે કરી ખાસ વાતચીત

- text


અનલોક- 1માં લોકોને જાગૃત રહીને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ સહિતની સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવાની જાહેર અપીલ કરી

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામના જયનગર વિસ્તારમાં રહેતા અને કોરોના પોઝિટિવ દર્દી ભાવેશભાઈ ભાગીયાએ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોરબી અપડેટ સાથે વાતચીત કરીને પોતે એકદમ શારીરિક રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું અને તેમની તબિયત એકદમ નોર્મલ હોવાનું અને આગામી સમયમાં કોરોનાને મ્હાત આપીને હેમખેમ હોસ્પિટલમાંથી ધરે પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી છે.તેમજ અનલોક1 માં લોકોને જાગૃત રહીને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ કરી છે.

- text

મૂળ ટંકારા તાલુકાના સાવડી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ભાવેશભાઈ ધરામશીભાઈ ભાગીયા ઉ.વ.38 નામનો યુવાન તેમના પત્ની અને બે બાળકો સાથે કારમાં ગત તા.23 ના રોજ પરત સાવડી ગામે જયનગર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે આવ્યો હતો.બાદમાં માસ સેમ્પલમાં તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.ત્યારબાદ બાદ સંબધિત તમામ તંત્ર દ્વારા તકેદારીના સઘન પગલાં લેવામાં આવ્યા હતા અને આ કોરોનાગ્રસ્ત યુવાનને રાજકોટની કાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે તેમની તબિયત અંગે મોરબી એપડેટે ભાવેશભાઈ ભાગીયા સાથે ફોનમાં વાતચીત કરી હતી.જેમાં ભાવેશભાઈએ પોતાની તબિયત એકદમ નોર્નલ અને શારીરિક રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.જોકે અનલોક -1 માં દિવસ દરમિયાન તમામ પ્રકારની છૂટ આપવામાં આવી છે.ત્યારે પબ લોકો કોરોના અંગે સભાન બને તે માટે સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ કરી છે અને લોકો ઘરની બહાર નીકળે તો તરત માસ્ક પહેરવા,હાથને વારંવાર સેનિટાઈઝ કરવા અને ભીડ ન કરીને તમામ જાહેર જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તેવો અનુરોધ કર્યો છે.તેથી ભાવેશભાઈ વહેલી તકે કોરોનાની મ્હાત આપીને ઘરે પરત ફરે તેવી મોરબી અપડેટે તેમને શુભેચ્છાઓ આપી છે.

- text