કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

- text

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે તા. 25ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસરથી સોનલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text