મોરબી : સીસીઆઇ કેન્દ્રો પર તમામ ગ્રેડનો કપાસ ખરીદવા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખાયા

- text


કપાસની ખરીદી મુદ્દે ટંકારા પંથકના ગામોના ખેડૂતોએ CMને પોસ્ટકાર્ડ લખ્યા

મોરબી : મોરબી જિલ્લામાં સીસીઆઇ દ્વારા અલગ અલગ તાલુકામાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને એનાથી અત્યંત રાહત થઈ છે. અલબત્ત આ કેન્દ્રો પર માત્ર એ ગ્રેડનો કપાસ જ ખરીદ કરવામાં આવતો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે મોરબી જિલ્લામાં સીસીઆઈના અલગ અલગ કેન્દ્રો ફાળવ્યા છે. જો કે આ કેન્દ્રોમાં માત્ર એ ગ્રેડનો કપાસ જ ખરીદવામાં આવતો હોવાથી બી અને સી ગ્રેડનો કપાસ લઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગત સીઝનમાં ગુલાબી ઈયળ તેમજ કમોસમી વરસાદને લઈને ઘણા ખેડૂતોનો કપાસ બી અથવા સી ગ્રેડની ક્વોલિટીમાં આવી ગયો છે. આથી મોરબી જિલ્લામાંથી મુખ્યમંત્રીને ખેડૂતો દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે અને તેમાં સીસીઆઈના કેન્દ્રો પર બી અને સી ગ્રેડનો કપાસ ખરીદવાની અપીલ કરાઈ રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના નશીતપર, લજાઈ, વિરપર, ઉમિયાનગર, હડમતિયા જેવા અનેક ગામોના જાગૃત ખેડુતોએ પણ કપાસની CCI ખરીદીના મુદે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને પોષ્ટકાર્ડ લખીને પોતાની આપવિતી જણાવી હતી. ટંકારા તાલુકાના અનેક ગામના ખેડુતોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પોષ્ટકાર્ડ થકી જણાવ્યું હતું કે CCI કેન્દ્રમાં લેવાતો કપાસ ફક્ત A ગ્રેડનો જ લેવાય છે. જે અંદાજે ખેડુતો પાસે ૩૦ થી ૪૦ % જેવો જ હશે બાકી ૬૦% ખેડુતો પાસે ઘરમાં પડેલ કપાસ ગુલાબી ઈયળના ઉપદ્રવથી તેમજ કમોસમી વરસાદના મારથી કપાસની ક્વોલીટી નબળી રહી છે. તે CCI એ B અથવા C કેટેગરી મુજબ ખરીદવા રાજ્ય સરકારે ખેડુતના હિતને ધ્યાનમાં રાખી મંજુરી આપવી જોઈએ. હાલ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ અભિયાન થકી ફ્ક્ત ખેડુતોનો કપાસ CCI કેન્દ્રો A, B, C કેટેગરી મુજબ લેવાય તેવી પ્રબળ માંગણી ખેડુતો સાથે મોરબી જીલ્લા કિશાન સંઘના પ્રમુખ જીલેશકુમાર બી. કાલરીયા તેમજ ટંકારા તાલુકા ભારતીય કિશાન સંધના પ્રમુખ જયેશભાઈ એન. કામરીયાએ પણ કરી છે. આવનારા દિવસોમાં હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ક્યાં પ્રકારનું સમાયોજન સ્થાપીને ખેડૂતોની માંગણી સંતોષે છે.

- text