માથક ગામ નજીક વાહન અકસ્માતમાં અજાણ્યા આધેડનું મોત

- text


મૃતક અસ્થિર મગજના ભિક્ષુક હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું : મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ

હળવદ : હળવદ તાલુકાના માથક ગામથી ચૂંટણી જવાના રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાનું ગ્રામજનોને ધ્યાનમાં આવ્યું હતું. જેથી, ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા તપાસ કરાતા આશરે 45 વર્ષીય વ્યક્તિને કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા લાશને પીએમ માટે મોકલી અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામથી ચૂંટણી ગામ જવાના રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું. જેથી, ગ્રામજનો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સંજયભાઈ લકુમ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરાતા 45 વર્ષીય વ્યક્તિને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જોકે આ લાશ પર વાહનોના ટાયરના નિશાનો પણ હોવાનું સામે આવ્યું છે.

- text

હાલ તો પોલીસ દ્વારા અજાણી વ્યક્તિની લાશનો કબજો લઇ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સાથેસાથે આ ૪૫ વર્ષીય વ્યક્તિ ભિક્ષુક અને અસ્થિર મગજનો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકના સગા-વહાલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અને લાશનું પીએમ કરાવ્યા બાદ લાશને કોલ્ડ રૂમમાં મુકવા માટે મોરબી ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ મૃતકના સગાવ્હાલાઓ વિશે માહિતી મળે તો તેઓએ હળવદ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text