મોરબીના જૂની પીપળી ગામે જુગાર રમતા 9 ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામને ઝડપી લીધું હતું અને તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વીગતો અનુસાર ગઈકાલે તા.૨૧ ના રોજ જુની પીપળી ગામે આવેલ વણકરવાસમાં રહેતાં ત્રીભોવનભાઇ કલાભાઇ મકવાણાના રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ત્યાં ત્રાટક્યો હતો. પોલીસે આ રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રીભોવનભાઇ કલાભાઇ મકવાણા, મુકેશભાઇ બીજલભાઇ ઉભડીયા, ધર્મેન્દ્રભાઇ અવચરભાઇ મકવાણા, મહેશભાઇ બીજલભાઇ ઉભડીયા, દિનેશભાઇ બીજલભાઇ ઉભડીયા, ત્રીભોવનભાઇ મોહનભાઇ ઉભડીયા, કમલેશભાઇ પુજાભાઇ ઉભડીયા, જયતીભાઇ કેશવજીભાઇ મકવાણા, જીતેન્દ્રભાઇ કાનજીભાઇ વાઘેલાને રોકડ રૂપીયા ૨૫,૦૩૦ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text