PM કિશાન સમ્માન નિધિ યોજનાના ચોથા અને પાંચમા હપ્તાની રકમ તાકીદે ચુકવવા અંગે રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા PM કિશાન સમ્માન નિધિ યોજનાના ચોથા અને પાંચમા હપ્તાની રકમ ચુકવવા અંગે ગાંધીનગર સ્થિત કૃષિભવનના ચીફ એક્સીક્યુટીવ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

- text

આ લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા પી.એમ. કિશાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે રૂ. 2000 ના 3 હપ્તા લેખે રૂ. 6000 આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મોરબી જીલ્લામાં પ્રથમ હપ્તામાં કુલ 1,00,716 અને બીજા હપ્તામાં કુલ 1,00,020 તેમજ ત્રીજા હપ્તામાં 95,665 ખેડૂતોને રૂ. 2000 ચુકવવામાં આવેલ છે. જયારે ચોથા હપ્તામાં 60,804 અને પાંચમાં હપ્તામાં 23,297 ખેડુતોને અત્યાર સુધીમાં રૂ. 2000 ચુકવવામાં આવેલ છે. જે જોતા ચોથા હપ્તામાં અંદાજે 40,000 જેટલા ખેડૂતોને અને પાંચમાં હપ્તામાં 80,000 જેટલા ખેડૂતોને હપ્તાદિઠ રૂ. 2000ની સહાય ચુકવવાની બાકી જણાય છે. આ વિષમ સંજોગોમાં ખેડૂતોને આર્થીક સહાય મળી રહેવાથી આગામી ચોમાસુ પાકના આયોજનમાં ઉપયોગમાં આવી શકે. તે માટે બાકી રહેતા હપ્તા ખેડૂતોને તાત્કાલીક મળે તેવી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- text