મોરબીવાસીઓને કોરોનાથી ઉગારવા ઠાકોર સાહેબ વાઘજીબાપુની ખાસ પૂજા અર્ચના કરાઈ

- text


 

વાઘજીબાપુના બાવલા પાસે માનતા માનવાથી ધાર્યું કામ થતું હોવાની માન્યતા આજે પણ યથાવત, બાપુ વર્ષોથી શહેરની રક્ષા કરતા હોવાની લોકોને અતૂટ શ્રદ્ધા

મોરબી : મોરબીવાસીઓને કોરોનાથી ઉગારવા માટે મોરબીના ઠાકોર સાહેબ વાઘજીબાપુના બાવલાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ વેળાએ બાપુના બાવલાની વિશેસ સજાવટ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ વાઘજીબાપુને આ મહામારીથી શહેરને બચાવવાની તેમજ શહેરીજનોના કલ્યાણની ભાવભેર પ્રાર્થના કરી હતી.

લોકડાઉનના લીધે મોરબીના રાજા વાઘજી ઠાકોર સાહેબની પ્રતિમાઓ પર પણ ધૂળ ચડી ગઈ હતી ત્યારે આજે મોરબીના લખધીર ગેઇટ નજીક મુકાયેલી વાઘજી ઠાકોર સાહેબની પ્રતિમાને પુરા માન સન્માન સાથે દૂધથી નવડાવી શાહી સ્નાન કરાવડાવી પૂજા અર્ચના કરી અને ફૂલ હાર થી શણગાર કરવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીના રાજા પાસે મોરબીના સ્વાસ્થ્ય, લોકોમાં હિત તેમજ કોરોના જેવી વૈશ્વિક મહામારી પર અંકુશ લેવા માટે પણ પ્રાર્થના કરવામા આવી હતી.ક્ષત્રિય સમાજના યુવાન ક્રિપાલસિંહ નવલસિંહ ઝાલા દ્વારા મોરબી સ્ટેટના પુરોહિત શાસ્ત્રી વિપુલભાઈ શુકલના આચાર્ય પદે ઠાકોર સાહેબને પૂજન અર્ચન તથા યોજન દ્વારા મોરબીના પ્રજા વતી પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરાય હતી.

- text

લોકવાયકા પ્રમાણે મોરબી જે એક સમયે ઢેલડી નગર તરીકે ઓળખવામાં આવતું હતું તેમ રાજા વાઘજી ઠાકોર સાહેબ આજે પણ લોકોની રક્ષા કરે છે લોકોની મનોકામના પૂર્ણ કરે છે લોકો અહીંયા શ્રીફળ વધેરી આજે પણ ભગવાન ની જેમ પૂજા કરે છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે ત્યારે મોરબી એટલે કે ઢેલડી નગરના રાજા વાઘજી ઠાકોર આજે પણ મોરબીવાસીઓની રક્ષા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

- text