મોરબીમાં 20 પત્રકારોના સેમ્પલ લેવાયા

- text


 

 

મોરબી : મોરબીમાં લોકો સુધી વર્તમાન સ્થિતિના સમાચારો પહોચાડવા સતત દોડતા એવા પત્રકારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા 20 પત્રકારોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા માસ સેમ્પલ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાની સુચનાથી આરએમઓ ડો. કે. આર. સરડવાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના સેમ્પલ લેવામા આવ્યા છે. પત્રકારો લોકો સુધી સમાચારો પહોચાડવા માટે ફિલ્ડમાં સતત દોડતા રહેતા હોય માટે તેઓ જો સંક્રમિત થયા હોય તો જોખમ વધુ રહે છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આજે 20 પત્રકારોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આજે પત્રકારોને સેમ્પલ લેવાની કામગીરીમાં ડો. એ.ડી. ટાંક, ડો. ભૂમિ કકાસણીયા, ડો. જીતેન્દ્રભાઈ મિશ્રા, અપ્પુ કૈલા, કે.ડી. ચારોલા, ભટૃી ઈરફાન, રૂષાંગ વૈશ્નનાણી, નિલેષ પરમાર, ભૌતિક માવદીયા સહિતની ટીમે સેવા આપી હતી.

- text