મોરબીમાં યુવાનને કાચની બોટલમાં અલભ્ય કૃતિઓ બનાવીને ડોકટરોનો આભાર માન્યો

- text


યુવાને પોતાની કોઠાસૂઝથી કોરોના અને બેટી બચાવોની થીમ ઉપર કાચની બોટલમાં અલભ્ય કૃતિઓ બનાવીને પોતાને ગંભીર બીમારીમાંથી ઉગારી લેનાર સદભાવના હોસ્પિટલને સમર્પિત કરી

મોરબી : હાલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દરેક કોરોના વોરિયર્સ જાનના જોખમે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દર્દી માટે ભગવાન ગણાતા ડોકટરની અનન્ય સેવાને એક યુવાને અનોખી રીતે બિરદાવી છે. જેમાં મોરબીમાં લીવરની બીમારીથી પીડાતા યુવાન સાજા થયા બાદ ડોકટર પ્રત્યે અનોખી રીતે લાગણીઓ દર્શાવી છે. જેમાં યુવાને પોતાની કોઠાસૂઝથી જુદીજુદી થીમ ઉપર કાચની બોટલમાં અલભ્ય કૃતિઓ બનાવી સદભાવના હોસ્પિટલના ડોકટરોનો આભાર માન્યો હતો.

- text

મોરબીમાં રહેતા પરમાર હાર્દિક ત્રિકમજીભાઈને લીવરની બિમારીથી પીડાતા હતા અને ઘણા સમય પહેલા તેઓ લીવરની બીમારીને સારવાર કરવા માટે 15 દિવસ સુધી મોરબીના સદભાવના હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા અને યુવાન સાજા થયા બાદ હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ જાનના જોખમે ફરજ બજાવતા સદભાવના હોસ્પિટલના ડોકટરો સહિતના સ્ટાફનો આભાર પ્રગટ કરવા પોતાની અનોખી કોઠાસૂઝને કામે લગાડી હતી. જેમાં આ યુવાને પોતાની લાગણીઓ અનોખી રીતે દર્શાવવા માટે કોરોના અને બેટી બચાવોની થીમ ઉપર બોટલ આર્ટ કર્યું છે. જેમાં કાચની બોટલના સાંકળા ઢાંકણામાં પણ સુક્ષ્મ બારીકાઈથી અંદર કલર, ફેવિકોલ, પ્લાયવુડ જેવી વસ્તુઓનો પ્રવેશ કરાવીને બોટલની અંદર અલભ્ય કૃતિઓનું સર્જન કર્યું છે. આ રીતે કોરોના અને બેટી બચાવોની થીમ ઉપર નાનકડી બોટલમાં દુનિયાને સમાવી લઈને સદભાવના હોસ્પિટલના ડોકટરોનો અનોખી રીતે આભાર માન્યો હતો. પરમાર હાદીકભાઈ પોતાની આ અનોખી કળાને સદભાવના હોસ્પિટલને અર્પણ કરી હતી.

- text