જુના ઘાંટીલામાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત

- text


માળીયા (મી.) : જુના ઘાંટીલા ગામમાં રહેતા 40 વર્ષીય ગીરીશભાઈ છગનભાઇ વિડજા એ ગત તા. 11ના રોજ અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેથી, તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત તા. 12ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ગઈકાલે તા. 15ના રોજ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text