ટંકારામાં અત્યાર સુધીમાં બહારથી આવેલા 350થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરાયા

- text


ટંકારા : ટંકારામા અત્યાર સુધી 350 થી વધુ લોકો બીજા રાજ્ય કે અન્ય જીલ્લામાથી આવ્યા છે. આ તમામ લોકોના આરોગ્યની સઘન ચકાસણી બાદ RBSK દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જોકે ટંકારા પંથકમાં બહાર આવેલા લોકોની સ્થાનિકો જાણ કરે તો તુરત આરોગ્યની ટીમ તાત્કાલિક દોડી જઈને જરૂરી તકેદારીના પગલાં ભરવા ખડેપગે રહી છે.

- text

કોરોના વાઈરસને પગલે ઉદભવેલા સંજોગો વચ્ચે બીજા દેશ રાજ્ય કે જીલ્લામાથી પ્રવાસ કરીને ટંકારામાં આવતા લોકોના આરોગ્યની સઘન ચકાસણી કરીને ક્વોરન્ટાઇન કરવામા આરોગ્ય વિભાગની ટીમ ભારે કમર કસી રહી છે. ટંકારા તાલુકાના ગામડામા અત્યાર સુધી 350થી વધારે લોકો બહારથી આવ્યા બાદ તેમના આરોગ્યની સઘન ચકાસણી કરીને આ તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યારે મેડિકલના ડો. સુરજ અંધારા, ડો. મિતલ હાલપરા, ડો. અમિતા સનારીયા, ડો. વિશાલ તૈરયા સહિતનાની જુદી જુદી ટીમો કોવિડ-19ને હરાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે અને ગામ્ય વિસ્તારમાં જેવી માહિતી મળે કે બહારથી લોકો આવ્યા છે. તો આ ટીમ તાત્કાલીક ત્યાં દોડી જઈને બહારથી આવેલા લોકોની મેડિકલ તપાસ કરી હોમ કોરેન્ટાઈન કરે છે. આ ઉપરાંત, કામગીરીની નિગરાની તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડીયા અને સુપરવાઈઝર હીતેશ પટેલ રાખી રહ્યા છે.

- text