કોરોનાના કહેર વચ્ચે ભુજ અને ગાંધીધામમાં BSFની હોસ્પિટલમાં ફરજ બજાવતા મોરબીના બે ડોકટરો

- text


મોરબી : યુ.પી.એસ.સી. દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી મેડિકલ ઓફિસર સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ 2018ની ભરતીમાં મોરબીના બે ડોક્ટરો ડો. વત્સલ દિનેશભાઈ મેરજા (મૂળ બગથળા, રહે – સુભાષનગર, મોરબી) અને ડૉ. કેયુર મગનભાઈ ડાકા (રહે – હડમતિયા, તાલુકા ટંકારા) કે જેઓએ પરીક્ષા ઉતીર્ણ કરીને BSF(ministry of home affairs)મા Assissant Commandant/medical, ક્લાસ 1, ગ્રુપ A gazetted officer તરીકે ભુજ અને ગાંધીધામમાં BSFની હોસ્પિટલમાં ફરજ પર હાજર થયેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી 67 ડોક્ટરોની ભરતી થયેલ હતી. હાલ કોરોના જેવી મહામારીના માહોલમાં આ બંને ડૉક્ટર પોતાના ઘર અને પરિવારની ચિંતા કર્યા વગર દેશ માટે પોતાની ડોક્ટર તરીકે સેવા આપવા માટે તથા તેની હિંમતને બિરદાવવા તેનું ભવિષ્ય ઉજ્વળ થાય અને નિરંતર આગળ વધીને મોરબી અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ તેમના પરિવાર અને મિત્રવર્તુળ તરફથી આપવામાં આવેલ છે.

- text