બહારથી મોરબી જિલ્લામાં આવતા લોકોની આ નંબર પર જાણ કરવા તંત્રની અપીલ

- text


 

મોરબી આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર 02822222849 ઉપર તેમજ જિલ્લા વહીવટી કંટ્રોલ રમ નંબર 02822243300 ઉપર તાત્કાલિક જાણ કરવી

મોરબી : કોરોના મુક્ત થયેલા મોરબી જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા સરકાર દ્વારા બહારના જિલ્લામાંથી લોકોને મંજૂરી સાથે મોરબી જિલ્લામાં આવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાએ મોરબી જિલ્લાના તમામ લોકોને જાહેર અપીલ કરી છે કે ,હાલ લોકડાઉન -3 સરકાર દ્વારા અપાયેલી મંજૂરીને પગલે મોરબી જિલ્લાના શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ અન્ય જિલ્લામાંથી કે અન્ય રાજ્યમાંથી મંજૂરી સાથે કે વગર મંજૂરીએ કોઈ પણ આવેલ હોય તો તેમની જાણ આરોગ્ય શાખા મોરબી જિલ્લા પંચાયતના કંટ્રોલ રૂમ નંબર 02822222849 ઉપર તેમજ જિલ્લા વહીવટી કંટ્રોલ રમ નંબર 02822243300 ઉપર તાત્કાલિક જાણ કરવી. જેથી બહારથી આવેલા પેસેન્જરોની નિયમ અનુસાર કાર્યવાહી થઈ શકે. આથી આ બાબતે યોગ્ય સહકાર આપવા મોરબી જિલ્લાના તમામ લોકોને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જે.એમ.કતીરાએ અપીલ કરી છે.

- text