મોરબી : ખેડુતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કાર્યવાહી તાત્કાલીક ચાલુ કરવા માંગ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કાર્યવાહી તાત્કાલીક ચાલુ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

- text

કિશોરભાઈ ચિખલિયાએ આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું નકકી કરેલ છે અને તે મુજબ ટેકાના ભાવે ઘઉં વેચવા માંગતા ખેડુતોનું ઓનલાઇન રજીસ્ટેશન કરવામાં આવેલ છે. મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ઘઉં પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવાથી ખુલ્લા બજારમાં સારા ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો, રૂ. 350ની આસપાસ ચાલી રહયા છે. જે ટેકાના ભાવ કરતા ઘણા જ ઓછા છે. જેથી, ખેડતોને આર્થીક રીતે મોટું નુકસાન જઇ રહ્યું હોવાથી ગુજરાત રાજય નાગરીક પુરવઠા મારફત ટેકાના ભાવે ઘઉની તાત્કાલીક ખરીદી ચાલુ કરવા આદેશ આપવા અપીલ કરવામાં આવેલ છે.

- text