વતન વાપસી માટેની પ્રક્રિયામાં પરેશાન પરપ્રાંતીઓની મદદે આવ્યા મોરબીના યુવા ઉધોગપતિ

- text


મોરબી : લોકડાઉન 03ની જાહેરાત થતાં જ પરપ્રાંતીય શ્રમિકો વતન વાપસી માટે મરણીયા બન્યા છે. જરૂરી આરોગ્ય પ્રમાણપત્રો લેવા માટે તમામ આરોગ્ય કેન્દ્રો પર શ્રમિકો લાંબી લાંબી કતારો લગાવી રહ્યા છે ત્યારે મોરબીના એક યુવા ઉધોગપતિ આવા શ્રમિકોને ફૂડપેકેટ અને જળ વિતરણ કરી અનોખી સેવાકીય ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.

લોકડાઉન 02ના અંતિમ ચરણમાં સરકારી જાહેરાત અને ગાઇડલાઇન્સ મુજબ પરપ્રાંતીય શ્રમિકોએ આરોગ્ય સર્ટિફિકેટ મેળવવું જરૂરી બનાવ્યું છે. આથી શ્રમિકોના પરિવારો તમામ આરોગ્ય કેન્દ્રો પર મોડી રાતથી જ લાંબી કતારો લગાવવા માટે ગોઠવાઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણાં લાંબા સમય સુધી શ્રમિકોએ કતારમાં ઉભા રહેવું પડતું હોય તેઓને ખાસી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા શ્રમિકોને મોરબીના યુવા ઉધોગપતિ અજય લોરિયા અને તેમની ટિમ દ્વારા દરરોજના અંદાજે 1700 ફૂડ પેકેટનું શ્રમિકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે પ્રથમ લોકડાઉનના થોડા દિવસો બાદથી જ અજય લોરિયા અને તેમના ગ્રુપ દ્વારા રાશન કીટ અને ફૂડ માટેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેઓના રસોડે અંદાજે 90 હજાર જેટલા લોકોની રસોઈ બનાવવામાં આવી ચુકી છે અને અંદાજે 9000 જેટલી રાશનકીટનું તેઓ વિતરણ કરી ચુક્યા છે. સંકટના આ સમયે યુવા ઉધોગપતિ અને તેઓના ગ્રુપ દ્વારા ચાલતો આ સેવાયજ્ઞ આવનારા સમયમાં પણ પ્રજ્વલ્લીત રહેશે તેવું જાણવા મળ્યું છે.

- text