ફડસર ગામમાં સુજલામ સુફલામ યોજનાના કામનું ખાતમુર્હુત કરાયું

- text


મોરબી : થોડા દિવસ પહેલા મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવા માટે એક મહત્વની બેઠક જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. ત્યારે આજે ફડસર ગામમાં સુજલામ સુફલામ જળસંચય યોજનાના કામનું ખાત મુર્હુત કરવામાં આવ્યું છે. આ તકે ફડસર ગામે 80 વીઘાના બગીચાની મુલાકાતે આવેલ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય તથા જામનગર ડીસ્ટ્રીકટ બેન્કના એમ.ડી. જીવનભાઈ કુંભારવાડીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ પ્રમુખ અમુભાઈ હુંબલ, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ડેપ્યુટી ડીડીઓ, ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ ખાતમુર્હુતની યાદગીરી રૂપે દરેક અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાતમુર્હુત સોસીયલ ડિસ્ટન્સ સહિતની શરતોના પાલન સાથે કરવામાં આવ્યું હતું.

- text