મોરબી જિલ્લામાં 20,000થી વધુ શ્રમિકોને અપાયા મેડિકલ સર્ટિફિકેટ

- text


એસોસિએશન કક્ષાએથી લિસ્ટ મળશે તો મેડિકલ વાન સ્થળ પર આવીને સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેશે

મોરબી : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 20,000થી વધુ જેટલા શ્રમિકોને પોતાના વતન જવા માટે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપવામાં આવ્યા છે. હાલ પણ શ્રમિકોમો ધસારો યથાવત જ છે. જેને પહોંચી વળવા માટે રવિવારે પણ આરોગ્ય કેન્દ્રો ખુલા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લામાંથી પરપ્રાંતીય શ્રમિકો કે અન્ય વ્યક્તિઓને પોતાના વતન જવા માટે છૂટ આપવામાં આવી છે. જે માટે તેઓએ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની રહે છે. આ અરજીમાં મેડિકલ સર્ટિફિકેટ ફરજીયાત હોય નિયત કરાયેલા આરોગ્ય કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લાગી હતી. જેમાંથી કુલ 20,000થી વધુ લોકોએ મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા છે. ઉપરાંત આરોગ્ય વિભાગે એવું પણ જાહેર કર્યું છે કે જો કોઈ એસોસિએશન શ્રમિકોનું લિસ્ટ મોકલશે તો આરોગ્યની ટીમ મેડિકલ વાન મારફતે ત્યાં આવીને પણ મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપશે.

વધુમાં તંત્ર દ્વારા એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે મેડિકલ સર્ટિફિકેટની વેલીડિટી માત્ર 3 દિવસની જ હોય પહેલા મેડિકલ સર્ટિફિકેટ કઢાવ્યા બાદ જો વાહન વ્યવસ્થા ન થાય તો મેડિકલ સર્ટિફિકેટ એળે જઈ શકે છે. માટે પહેલા વાહન વ્યવસ્થા કરીને બાદમાં જ હેલ્થ સર્ટિફિકેટ કઢાવવામાં આવે તે જરૂરી છે.

- text