મોરબી જિલ્લામાંથી 84 લોકોની સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ

- text


મોરબી સીટી.એ.ડીવી. માં 11, બી.ડીવી.માં 42, તાલુકામાં 03 વાંકાનેર સીટી.માં 06, તાલુકામાં 02, ટંકારામાં 01, હળવદમાં 16 અને માળીયા મી.માં 03 લોકો સામે ગુન્હો દાખલ થયો 

મોરબી : લોકડાઉન 02 દરમ્યાન બુધવારે મોરબી જિલ્લામાંથી વિવિધ ધંધાર્થીઓ સહિત કુલ 84 લોકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારમાં 11, મોરબી બી.ડીવી.માં 42, મોરબી તાલુકામાં 03, વાંકાનેર સીટી.માં 06, વાંકાનેર તાલુકામાં 02, ટંકારામાં 01, હળવદમાં 16 અને માળીયા મી.માં 03 સામે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા કુલ 84 લોકો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.

- text

જેમાં મોરબી સીટી.બી.ડીવી.વિસ્તારમાં વૃંદાવન સોસા. સ્થિત હરિદ્વાર એપાર્ટમેન્ટમેન્ટમાં યોગેશભાઈ અમૃતભાઈ કમાણિયા અને તેની પત્નિ ગીતાબેન સામે મહેસાણાથી લોકડાઉનનો ભંગ કરીને મોરબી આવતા આઈપીસીની કલમ 188 ઊપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 મુજબ બેદરકારીભર્યું વર્તન કરવા બદલ અલગથી ગુન્હો દાખલ કર્યો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text