ટંકારા : પરિવારના સભ્યોએ કોરોના વોરિયર્સ માટે આભાર ચિત્ર રજુ કર્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકામા મોટા ઘરથી ખ્યાતનામ સોની કુટુંબમાં સંપ સાથે 40 નાના-મોટા સભ્યો સંયુક્તમાં રહે છે. એ રાણપરા પરીવાર દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સામે જાગૃતિ લાવવા અને પ્રજા માટે સેવામા તત્પર ડોક્ટર, પોલીસ, પ્રશાસન, પત્રકારોને રિસ્પેક્ટ આપવા પોસ્ટરરૂપી પિક્ચર બનાવી સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ અને સ્વરછતાનો સંદેશો આપ્યો હતો. ટંકારાની મકરાણી શેરીમાં રાણપરા સોની કુટુંબના 5 ભાઈઓના 9 પુત્રો, 14 સાસુ-વહુ, 18 ભુલકા સહીતના અત્યારે 40 સભ્યો સંયુક્ત કુટુંબ તળે રહી પંથક આખામા મોટા ઘરથી ખ્યાતનામ છે. આમ, તેઓ દ્વારા અલગ-અલગ ફોટોગ્રાફ્સથી કોરોના વોરિયર્સ માટે આભાર ચિત્ર રજુ કરવામાં આવ્યું હતું.

- text