લુંટાવદરમાં 8 વર્ષની બાળકીએ રમઝાન માસનુ પહેલુ રોજુ પુર્ણ કર્યુ

- text


મોરબી : મુસ્લિમ સમાજનો હાલ પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમા મુસ્લિમ બિરાદરો આ આખા મહિનામાં પવિત્ર રોજા રહે છે. જેમા રમજાન માસનુ પહેલુ રોજુ લુટાવદર ગામના ચાનિયા રફીક ભાઇની 8 વર્ષની પુત્રી તનવીએ પહેલુ રોજુ પુર્ણ કરેલ છે. ઉનાળાની ઋતુમાં ધોમધોમતા તાપમાં 8 વર્ષિય બાળકીએ અલ્લાહ ના ફરમાન અનુસાર રોજુ રાખીને ઈબાદતના પાક મહિનામાં પ્રથમ રોજુ રાખેલ છે. નાના ફુલ જેવા બાળક દ્વારા રાખવામાં આવેલ રોજા દરમિયાન સાંજે તેમના પરિવારે બાળકીને ફુલહાર કરીને મુબારકબાદી પાઠવેલ હતી.

- text