મોરબીના આંતરિક વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

- text


એસી.પી. સહિતના પોલીસના કાફલાએ શહેરના અંદરના વિસ્તારોમાં ચેકિંગ કર્યું : લોકોએ ઘરોમાંથી પોલીસનું અભિવાદન કરીને જુસ્સો વધાર્યા

મોરબી : મોરબીમાં હાલ બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. જોકે પોલીસ તમામ મુખ્ય માર્ગો અને વિસ્તારો તથા મહત્વના ભીડભાડવાળા તમામ પોઇન્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને લોકડાઉનનું કડક અમલ કરે છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી સહિતના સ્ટાફે મોરબીના અંદરના સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં લોકડાઉનના અમલ માટે સઘન પેટ્રોલીગ કર્યું હતું.

- text

મોરબીમાં પોલીસના વિશાળ કાફલાએ શહેરના અંદરના વિસ્તારો વિશિપરા વિસ્તાર, નવલખી બાયપાસ, દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી, પટેલ સોસાયટી, એવન્યુ પાર્ક, કબીર ટેકરી વિસ્તાર, કાલિકા પ્લોટ, રબારી વાસ, વજેપર, લખધીર વાસ સહિતના મોટાભાગના વિસ્તારોમાં સઘન પેટ્રોલીગ કર્યું હતું અને લોકોને અને તેમના બાળકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ બહારના વિસ્તારનો કોઈ નાગરિક અંદર આવે તો જાગૃતિ દાખવીને પોલીસને જાણ કરવાની સમજણ આપી હતી અને લોકોને ઘરમાં રહો અને સુરક્ષિત રહો તે અંગેની અપીલ કરી હતી. તહેવારો પણ ઘરે રહીને ઉજવવા અને સરકારની તમામ ગાઈડ લાઈન અને સૂચનાઓનું પાલન કરવાની સમજણ આપી હતી. મોરબીમાં હાલ એક જ પોઝિટિવ કેસ છે. તેથી, કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે લોકોને તેમજ વૃદ્ધો અને બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. એસપી સહિતના પોલીસના અંદરના વિસ્તારોમાં પેટ્રોલીગને લોકોએ ઘરમાં ઉમળકાભેર વધાવ્યું હતું અને પોલીસનું અભિવાદન કરીને તેમની કામગીરીની સરહના કરી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text