આજે બુધવારે સાંજે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સાથે ખાસ વાતચીત

- text


લોકડાઉનની ઉધોગો પર શું થશે અસર? સહિતના મુદ્દે ‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા કરશે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સાથે સંવાદ

મોરબી : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ માટે ‘મોરબી અપડેટ’ ખાસ શો લઈને આવ્યું છે. જેમાં ‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા અને મોરબી સ્થિત સુપ્રસિદ્ધ ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખભાઇ પટેલ વચ્ચે ‘લોકડાઉનની ઉદ્યોગો પર અસર’ વિષય પર ફેસબુક પર લાઈવ વાતચીત થશે.

કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ મોરબીવાસીઓ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર ‘મોરબી અપડેટ’ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે.

- text

ગત 24 માર્ચથી લાગુ થયેલો 21 દિવસનો લોકડાઉનનો તબક્કો પૂરો થયા બાદ લોકડાઉનનો બીજો તબક્કો 3 મે સુધી વધારાયો છે. લોકડાઉનના કારણે લોકોના મનમાં અર્થવ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોરોના વાઇરસ સામેની જંગ પૂરી થયા બાદ લોકડાઉનથી ઉભી થયેલી પરિસ્થિતિ સામે લડવાનું છે તેવું ઘણા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે. ત્યારે સ્થાનીય કક્ષાએ ઉધોગકારો શું માની રહ્યા છે એ જાણવા માટે ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલ સાથે મોરબી અપડેટના ફાઉન્ડર દિલીપ બરાસરાની લાઈવ મુલાકાત Morbi Updateના ફેસબુક પેઈજ પર આજે તા. 22 એપ્રિલના રોજ બુધવારે સાંજે 6:30 કલાકે રજૂ થનાર છે. જેમાં લોકડાઉન બાદ ઉધોગો પર થનારી અસર સહિતના મુદ્દે ચર્ચા થશે.

https://www.facebook.com/morbiupdate/


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

 

- text