મોરબી : લોકડાઉનમાં મોર્નિંગ વોક કરવું ભારે પડ્યું, 16 વ્યક્તિઓ ઝબ્બે

- text


જીઆઇડીસીના નાકા પાસે મોર્નિંગ વોક કરનારા સીસીટીવીની ઝપટે ચડ્યા

મોરબી : લોકડાઉનમાં બિનજરૂરી તમામ્ પ્રવૃતિઓ કરવાની સ્પષ્ટ મનાઈ છે તેમ છતાં કેટલાક વ્યક્તિઓ ઘરમાં રહેવાને બદલે રોજિંદી બિનજરૂરી પ્રવૃત્તિઓ યથાવત રાખતા પોલીસે આવા લોકો ઉપર ઘોસ બોલાવી હતી.જેમાં મોરબીના જીઆઇડીસીના નાકા પાસે પોલીસે મોર્નિંગ વોક કરતા મહિલાઓ સહિત 16 વ્યક્તિઓને ઝડપી લીધા હતા.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાને પગલે મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, પીએસઆઇ બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ શહેરમાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવી રહ્યો છે અને સતત ચેકિંગ, પેટ્રોલિંગ કરીને લોકડાઉનનું કડક અમલીકરણ કરવી રહ્યો છે. તેમ છતાં અમુક આંતરિક વિસ્તારોમાં છાને ખૂણે બિનજરૂરી પ્રવૃત્તિઓ કરીને લોકડાઉનનો ભંગ કરતા હોવાથી શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફત લોકોની બિનજરૂરી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના જીઆઇડીસીના નાકા પાસે આજે કેટલાક સ્ત્રી પુરુષો આજે સવારે મોર્નિંગ વોક કરતા હોવાનું સીસીટીવી કેમેરા મારફત પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી, એ ડિવિઝન પોલીસે આ અંગે યોગ્ય ખરાઈ કરીને જીઆઇડીસીના નાકા પાસે મોનિગ વોક કરતા મહિલા અને પુરુષો મળીને 16 વ્યક્તિઓને લોકડાઉનના ભંગ બદલ અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text