મકનસર ગામે જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી તાલુકાના મકનસર (ગોકુલનગર) ગામે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ. 92,500/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

ગઈકાલે તા. 21ના રોજ LCB ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે મોરબી તાલુકાના મકનસર, ગોકુલનગર વિસ્તારમાં રહેતા આરોપી રસીકભાઇ રતીલાલ રબારી પોતાના મકાને ગે.કા. રીતે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરતા કુલ પાંચ ઇસમોને રોકડા રૂ. 92,500/- સાથે પકડી પડ્યા હતા. તેમજ આરોપીઓ રસીક રતીલાલભાઇ ચાવડા, નાજા રાજાભાઇ રાઠોડ, ભગવાનજી કરશનભાઇ ખાંભલા, દિલીપ ભીખાભાઇ લાઠીયા તથા દિપક લાલજીભાઇ ગોહેલ (રહે. બધા મકનસર) વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. આમ, મોરબી એલ.સી.બી.ને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text