હળવદ : ટેકાના ભાવે ઘઉં અને ચણાની તાત્કાલિક ખરીદી કરવાની માંગ

- text


ભારતીય કિશાન સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત

હળવદ : હાલ કોરોનાના કહેરને કારણે બીજા તબબકનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતોના ઘરમાં જ જણસીઓ પડી રહેતી હોવાને કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે ખેડૂતો પહેલાથી અતિવૃષ્ટિથી પીડિત છે.તેથી ખેડૂતોને આ સ્થિતિમાંથી ઉગારવા માટે અગાઉ રજિસ્ટ્રેશન કરેલ ઘઉં, ચણાં ટેકાના ભાવે ખરીદી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

ભારતીય કિશાન સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે હાલ કોરોનાએ કાળો કેર વર્તવ્યો છે. આ આપતિના સમયે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યની પ્રજાન હિતમાં યોગ્ય પગલાં લઈ રહી છે અને રાજ્યના કિશનોના હિતમાં પણ યોગ્ય પગલાં લઈ રહી છે. જોકે કિશનોનો ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગનો પાક નિષફળ ગયો હતો. પણ સરકારે ખેડૂતોના હિત માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડતા શિયાળુ પાકનું સારું એવું ઉત્પાદન થયું છે. જેમાં ઘઉં, ચણાં, જીરું સહિતના પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે પણ ખેડૂતોને આ પાકોના યોગ્ય ભાવ મળતા નથી. પરિણામે ખેડૂતોને ખોટ સહન કરવી પડે છે.

- text

જોકે ખેડૂતોએ આકરો પરસેવો પાડીને આ પાકોનું ઉત્પાદન કર્યું છે અને જગતનો તાત પહેલાથી અતિવૃષ્ટિથી પ્રભાવિત છે. ત્યારે આ ઘઉં, ચણાના ખૂબ જ ઓછા ભાવો મળતા ખેડૂતોને કોઈ કાળે પોસાય એમ નથી. ઓછા ભાવે આ પાકો વચેવા પડે તો મોટી આર્થિક નુકશાની આવે તેમ છે અને ઘરમા જ પાકો રાખીએ તો જીવતો પડી જાય અને મોટી નુકશાની થાય તેમ છે. ખેડૂતોને આ સ્થિતિમાંથી ઉગારવા માટે ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂર છે. આમ પણ અગાઉ ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી, સરકાર આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે તેવી તેમણે માંગ કરી છે.

ઘઉંના મણ દીઠ ભાવોમાં મોટો તફાવત

હાલમાં ઉનાળામાં ઘઉંની ખરીદીની સિઝન ચાલી રહી છે. દરેક લોકો આખુ વર્ષ ચાલે તેટલા ઘઉંની ખરીદી કરે છે. એથી હાલમાં ઘઉંની જબરી ડિમાન્ડ છે. જોકે ખેડૂતો રૂ. 320 ના ભાવે એક મણ ઘઉં વેચે છે પણ વેપારીઓ આ ભાવે ખરીદી કર્યા બાદ લોકોને રૂ.400 થી વધુ ભાવે ઘઉં વેચે છે. જોકે અમુક નફાખોરોનો એવો બચાવ છે કે ઘઉંને મશીનમાં સાફ કરવા માટે અલગથી ખર્ચ થાય છે. જેથી, એટલો ભાવ વસુલવો પડે છે. ત્યારે ખરેખર મશીનમાં એટલો ખર્ચ થતો હશે કે ઘઉંના કાળા બજાર કરાઈ છે તે તપાસનો વિષય છે.

- text