હળવદના ગ્રામીણ વિસ્તારોમાં 22 યુનીટોને ચાલું કરવાની મંજુરી અપાઇ

- text


જીઆઇડીસીમાં મીઠા ઉધોગ ફરી ધમધમતો થયો

હળવદ : હળવદના ગ્રામીણ વિસ્તારોમાં ૨૨ યુનીટોને ચાલું કરવાની જિલ્લા કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી છે. જેના પગલે જીઆઇડીસીમાં મીઠા ઉધોગ ફરી ધમધમતો થયો છે. અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ ઉધોગો શરુ કરવામા આવ્યા છે. શરતોને આધીન જ આ ઉધોગોને ચાલુ કરવાની મંજૂર અપાઈ છે.

કોરોનાથી ઓછા પ્રભાવિત વિસ્તારોમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 20 એપ્રિલથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક સહિતના તમામ એકમોને શરતોને આધીન ચાલુ કરવાની છૂટ આપવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો હતો.ત્યારે મોરબી જિલ્લો રેડ ઝોનમાં આવતો ન હોવાથી 20 મી પછીથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર ગ્રામીણ વિસ્તારોમાં (શહેરી વિસ્તારો નહિ) ઔદ્યોગિક એકમો સહિતના તમામ નાના મોટા એકમો ચાલુ કરવાની મજૂરી આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા હળવદના ગ્રામીણ વિસ્તારોમાં ૨૨ યુનીટોને ચાલું કરવાની મંજુરી આપવામાં આવી છે અને એ સાથે હળવદ શહેરથી બહાર આવેલા ૨૨ જેટલા એકમો શરુ થયા છે.

- text

સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઉધોગો શરુ કરવામા આવ્યા છે. જેમાં કામદારોને સામાંજીક અંતર તેમજ માસ્ક પહેરવુ આવશ્યક, સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવાની શરતે આ ઉધોગોને મંજૂરી આપવામાં આવી છે. જોકે હળવદ તાલુકામા જુદા જુદા આવેલા પ્લાસ્ટિક, પેકેજીંગ, પોલીપેકના યુનિટો દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે કૃષિ, પ્લાસ્ટિક પેકેજીંગ અને પોલીપેકના યુનિટોને ચલાવવા માટે મંજૂરી આપી છે અને ફૂડ અને ફ્રૂટ જેવા પેકિંગ માટે જરૂરિયાત હોય પેકેજીંગ અનેં પ્લાસ્ટિક મેડિકલ અને કૃષિને લગતા ઉદ્યોગને મજૂરી અપાઈ છે.

- text