નારણકા યુવા ગ્રુપે જરૂરીયાતમંદ દર્દીઓ માટે ફરીવાર રક્તદાન કરી માનવતા મહેકાવી

- text


મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે. જેમાં અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિઓ, આર્થિક યોગદાન સહિતની સહાય દ્વારા પોતાનો ફાળો આપી રહ્યા છે. પોલીસ કર્મીઓ, સફાઈ કામદારો સહિતના લોકો કપરા સમયમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. તેમજ કોરોના સામે બાથ ભીડવા માટે ડોક્ટરો જાનના જોખમે કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે. આવી પરિસ્થિતમાં લોહીની અછત ના રહે, તે માટે મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે વોલન્ટરી બ્લડ ડોનેશન યોજાયું હતું.

જેમાં નારણકા યુવા ગ્રુપના અમિતભાઇ કલોલા, પરેશભાઈ મેરજા, સુરાણી હિતેશભાઈ, બોખાણી અમિતભાઇ, દાવા જયહિન્દભાઈ સહિતના યુવાનોએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. એક તરફ હાલની પરિસ્થિતિના કારણે અનેક લોકો ભયના કારણે હોસ્પીટલથી દુર રહેવા પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ નારણકા યુવા ગ્રુપના યુવાનો મોરબી સિવિલ હોસ્પીટલમાં રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે નારણકા ગામના યુવાનો, ગ્રામજનો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓનો હમેંશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહી યોગદાન આપી રહ્યા છે. જેમાં તા. ૮-૦૪-૨૦ ના રોજ નારણકા યુવા ગ્રુપના ૧૨ થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું હતું. ફરી આજે ૪ યુવાનોએ રક્તદાન કરી વિકટ પરિસ્થિતિમા માનવ તરીકે માનવને ઉપયોગી થવા સંદેશ પાઠવ્યો હતો.

- text