મોરબી જિલ્લાના મિતાણા, પ્રભુનગર, ઘુંટુ સહિતના ગામોમાં સૅનેટાઇઝેશન કરાયું

- text


મોરબી : ટંકારાના મિતાણા અને પ્રભુનગરને સેનિટાઈઝ કરાયુ હતું. તેમજ કોરોનાના કહેર વચ્ચે ગામના યુવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’નો સંદેશ પણ આપવામાં આવે છે.

ટંકારાના ભારત સીડ્સ દ્વારા કોરોનાથી બચવા માટે લોકોમા જાગુતા ફેલાઈ અને ગામના લોકો જાતે સ્વરછતા રાખે એવા ઉમદા હેતુથી યુવાનોના સહયોગથી આજે મિતાણા તલાટી કમ મંત્રી એન. એચ. સોનારા, નિવુત મંત્રી દાવડા પંચાયતના બશિયા બાબુભાઈ, દુલાભાઈ ભાગિયાની હાજરીમાં મિતાણા અને પ્રભુનગરને સૅનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અત્યાર સુધી આ ટિમ દ્વારા ભુતકોટડા, ટંકારા, વીરવાવ, હરીપર, હરબટીયાળી, જીવાપર, ગણેશપર, જયનગર, હીરાપર, કલ્યાણપર, શક્તિનગર, સાવડી, સરાયા, નાના ખીજડીયા, મોટા ખીજડીયા, મેઘપરઝાલા, ધુર્વનગર, લખધીરગઢ, નાના રામપર, નસીતપર, વીરપર, સજનપર, ધુનડા, હડમતીયા, જબલપુર, પ્રભુનગર, મીતાણા સહિતના ગામોમા સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું છે. જે માટે ટંકારા બાર એશો.ના પ્રમુખ અને યુવા એડવોકેટ પરેશ ઉજરીયા, ભારત સીડ્સ કોર્પોરેશન ટંકારાના સેવા ભાવી યુવાનો પારસ સઁઘાણી, ચીરાગ ઉજરીયા સહિતની ટિમ વિના મૂલ્યે સેનેટાઈઝની કામગીરી કરી રહી છે. તેમજ છંટકાવના મશીનમા ઓપરેટરની સેવામા મહેશ ભાગીયા, વસન્તભાઈ ઉજરીયા, નિમેશ ચૌધરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ ઉપરાંત, મોરબી તાલુકાના ઘૂંટું ગામે કોરોના covid-19 વાયરસ તથા માખી-મચ્છરથી આધુનિક ટેકનિકલ મશીનથી સુરક્ષિત (સેનીટાઝેશન) કરવા માટે દવાનો છંટકાવ કરવામા આવ્યો છે.

- text

ઘૂંટું ગામે ઘૂંટું ગ્રામ પંચાયત કચેરીના સરપંચ, સભ્યો તથા તલાટી કમ મંત્રી દ્વારા સમગ્ર ઘૂંટું ગામે તથા આસપાસની સોસાયટીમાં ટેકનિકલ મશીનથી સુરક્ષિત (સેનીટાઝેશન) કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જે બદલ ઘૂંટું ગામની જનતા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુના ડો. દિપક પ્રજાપતિ દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

- text