કોરોનાની લડાઈ માટે મોરબી સિવિલ હોસ્પિટલને સજ્જ કરાઈ

- text


મોરબી : મોરબીમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવેલ છે. જેના કારણે તંત્ર વધુ સાબદું થઇ ગયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની સૂચના અનુસાર સિવિલ હોસ્પિટલમાં 100 આઇસોલેશન બેડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જે આવતીકાલ સુધીમાં પૂર્ણ થઇ જશે.

મોરબી સિવીલ હોસ્પિટલમાં બીજા માળે 100 બેડનો ઓકિસજન સાથે વોર્ડ કાર્યરત કરવાની કામગીરી પુરજોશમાં શરૂ થઇ છે. જેમાં આઈ.સી.યુ. માટે 20 બેડ તથા 80 બેડ જનરલ વોર્ડ માટે ફાળવવામાં આવેલ છે. આ વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન, કાર્ડિયાક મોનિટર, ચિલિંગ પમ્પ, વેન્ટિલેટર, એક્સરે મશીન, CR સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કામગીરી 10 દિવસથી ચાલુ છે. જે આવતીકાલે પૂર્ણ થઇ જશે. હાલમાં કોરોનાની સારવાર માટે સિવિલના આ વોર્ડને ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદ જરૂર પડ્યે ખાનગી હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં બીજા માળે કાર્યરત મેડીકલ વોર્ડને પહેલા માળે ખસેડાયો છે. તેમજ શરદી-ઉધરસના દર્દીઓ માટે અલગથી ઓપીડી પણ હોસ્પિટલમાં કાર્યરત કરાઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text