મોરબી LCB એ ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રૂ. 18 હાજર પરત અપાવ્યા

- text


હળવદ : મોરબી જીલ્લા એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) એ રણજીતગઢ ગામના રહેવાસીના બેંક એકાઉન્ટમાંથી Phone Pay એપ્લીકેશનથી ફ્રોડમાં ગયેલ રૂ. 18,399 પરત અપાવેલ છે.

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે કિરણબેન પ્રભુભાઇ હડીયલના બેંક એકાઉન્ટમાંથી ગત તા. 5 એપ્રિલના રોજ Phone Pay એપ્લીકેશનમાં નોટીફીકેશન આવતા એકસેપ્ટ કરતા અલગ-અલગ ટ્રાજેકશન મળી કુલ રૂા.18,399 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જેમાં ફ્રોડ થયેલ હોય છે. આ બનાવની LCBમાં જાણ કરવામાં આવી હતી.

- text

LCB એ બનાવનો અભ્યાસ કરી બેંક એકાઉન્ટમાંથી તથા Phone Pay માંથી ટ્રાજેકશન થયેલ હોવાથી એલ.સી.બી.ની ટેકનીકલ ટીમ દ્વારા ઓનલાઇન ફ્રોડમાં ગયેલ નાણા પરત મેળવવા માટે જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરી તથા ઘટીત કાર્યવાહી કરી હતી. આ રીતે ઓનલાઇન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂા. 18,399 કિરણબેન પ્રભુભાઇ હડીયલના બેંક ખાતામાં પરત અપાવી હતી.

- text