હળવદમાં કોરોના સંદર્ભે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ વોટ્સએપમાં વાયરલ કરનાર શખ્સની ધરપકડ

- text


સોશિયલ મીડિયામાં અફવારૂપ એલફેલ મેસેજ વાયરલ કરનારા સામે કડક પગલાં ભરવા એસપીનો નિર્દેશ

હળવદ : હળવદમાં કોરોના સંદર્ભે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ વોટ્સએપમાં વાયરલ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી દાખલરૂપ કાર્યવાહી હાથ ધરી છે. જેથી હવે સોશિયલ મીડિયામાં અફવારૂપ એલફેલ મેસેજ કરતા પહેલા ચેતવું જરૂરી છે.

- text

હાલ કોરોનાના કહેરને પગલે અમલમાં આવેલા લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવીને કોઈ તત્વો જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરે તે માટે આવા તત્વો સામે કડક કાર્યવાહીના એસપી ડો. કરનરાજ વાઘેલાએ નિર્દેશ આપ્યા છે. જેના પગલે હળવદમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ કરીને તેને વોટ્સએપમાં વાયરલ કરનાર વિક્રમભાઈ મનુભાઈ રહે.જુના પોલીસ સ્ટેશન સામે, હળવદવાળાને પોલીસે પકડી પાડી તેઓની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text