મોરબીના શંકાસ્પદ કોરોના કેસમાંથી બાળકી સહિત 3ના રિપોર્ટ નેગેટિવ : એક પેન્ડિંગ

- text


 

મોરબીમાં અત્યાર સુધીમાં કુલ 32 લોકોના કોરોના રિપોર્ટ કરાવાયા

મોરબી : મોરબીમાં ગઈ કાલે પાંચ વર્ષની બાળકી અને બે વૃધ્ધના સેમ્પલ કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા. ત્યારે આ ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે હજુ એક રિપોર્ટ પેન્ડિંગ છે તે કાલે આવશે.

- text

મોરબી જિલ્લામાં અત્યાર સુધી હજુ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની વચ્ચે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ગઈકાલે શનિવારે રાજકોટ દાખલ થયેલા મોરબીના બે વૃધ્ધ અને મોરબી દાખલ થેયલી પાંચ વર્ષની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જ્યારે હજુ એક રિપોર્ટ પેન્ડિંગ છે. જે કાલે સોમવારે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 32 લોકોના કોરોના રિપોર્ટ કરાવાયા છે. જેમાંથી 31 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને બાકીનો એક રિપોર્ટ કાલે આવશે. જે પણ નેગેટિવ આવે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે.

- text