ટંકારામાં લોકડાઉનના અમલ માટે પોલીસનો નવતર પ્રયોગ : મહિલા PSIનું સાયકલ પર પેટ્રોલિંગ

- text


પીએસઆઇએ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારના ફોટા પાડી નોંધ્યા ગુના

ટંકારા : ટંકારામાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. જેમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પોલીસની જીપ જોઈને ભાગી જતા હોય અને હાથમાં ન આવતા હોવાથી ટંકારાના મહિલા પીએસઆઇ બગડાએ આવા લોકોને પડકી લેવા માટે સાયકલ ઉપર સાદા ડ્રેસમાં શહેરના માર્ગો ઉપર પેટ્રોલીગ કર્યું હતું અને પીએસઆઇએ લોક ડાઉનનુ ઉલ્લંઘન કરનારના ફોટા પાડી ગુના નોંધીને આ પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે.

ટંકારામાં પોલીસ ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત કરીને લોકડાઉનનો કડક અમલ કરાવી રહી છે. પોલીસ સ્ટાફ આખા શહેરમાં પેટ્રોલિંગ કરે છે. આમ છતાં બજારોની શેરી ગલીઓમાં અને ઘણા વિસ્તારમાં અમુક લોકો છુપાઈને બેઠા હોય છે. અને લોકડાઉનનું ઉલ્લંઘન કરીને પોતાનું અને બીજાનું હિત પણ જોખમમાં મૂકી રહ્યા છે. જ્યારે પોલીસ પેટ્રોલીગ કરવા નીકળે ત્યારે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકો પોલીસની જીપ જોઈને નાસી જાય છે અને પોલીસના હાથમાં આવતા નથી આથી આવા લોકોને કાયદાનું ભાન કરાવવા ટંકારા પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો.

- text

જેમાં ટંકારાના મહીલા પીએસઆઈ એલ.બી.બગડાએ સાઈકલ પર પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે શહેરની બજારો અને ગલીઓમાં સાયકલ લઈને કડક ચેકિંગ કર્યું હતું. આ મહિલા પીએસઆઇએ સાયકલ ઉપર ફરીને લોકડાઉનનુ ઉલ્લંઘન કરનારના ફોટા પાડી ગુના નોંધ્યા હતા. જો કે ટંકારા લોકડાઉનને પગલે ગાડી જોઈને સંતાઈ જતા અને ફરી ઓટલા પરીસદ કરતા લોકોના ઘર સુધી મહિલા પીએસઆઈ સાયકલ ઉપર પહોંચીને ત્વરિત કાર્યવાહી કરી હતી. તેમજ ચેક પોસ્ટ ચકાસીને ફરજ પર રહેલ સ્ટાફને જરૂરી સુચના આપી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text