કોરોનાનાં અનુસંધાને મોરબી જિલ્લામાં સર્વેલન્સના બીજા તબકકાનો પ્રારંભ

- text


મોરબી : કોરોનાનાં અનુસંધાને મોરબી જિલ્લામાં સર્વેલન્સના બીજા તબકકાની શરૂઆત આજ રોજ તા.૩૦/૩/૨૦૨૦ ને સોમવારના રોજથી કરેલ છે. આ સર્વેમાં અન્ય દેશ કે અન્ય રાજયોમાંથી આવેલ વ્યકિતઓ તેમજ શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતા વ્યકિતઓ ઉપરાંત આ સર્વેમાં ૬૦ વર્ષથી ઉપરના અને ૬૦ વર્ષથી નીચેના એમ બે વિભાગમાં અને તેમાંય ખાસ કરીને હાલ અન્ય ડાયાબીટીસ, બીપી, કેન્સર, કીડનીની બીમારી, હદયરોગની બીમારી વગેરે જેવી લાંબા સમયની બીમારી ધરાવતા લોકોને એક અલગયાદી બનાવવામાં આવશે.

- text

આમ. આ સર્વે દરમ્યાન લોકોના ઘરે આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરવા આવે ત્યારે આવી તમામ માહિતીઓ આપવા તેમજ ઘરમાં જ રહેવા અને સહકાર આપવા મોરબી જિલ્લાના તમામ લોકોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર વતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.એમ. કતીરા એ અપીલ કરી છે.

- text