મોરબીમાં બિનજરૂરી આવન-જાવન ટાળવા મુખ્ય માર્ગ સિવાયના રસ્તાઓ બંધ કરાયા

- text


પેટા માર્ગો બંધ કરીને બિનજરૂરી અવજવર પર અંકુશ મેળવવાની કવાયત : વધુ કડક પગલાં લેવાયા

મોરબી : મોરબીમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસે વધુ કડક પગલાં ભર્યા છે. જેમાં શુક્રવારે એકમાત્ર અવરજવર માટે મયુર પુલ ચાલુ રાખીને પાડા પુલ અને બેઠા પુલને બંધ કરી દીધા બાદ આજે શનિવારે શહેરના મુખ્યમાર્ગો સિવાયના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકડાઉનનું કડકપણે અમલ થાય એ માટે પેટા માર્ગો બંધ કરીને લોકોની બિનજરૂરી અવરજવર ઉપર અંકુશ મુકવામાં આવ્યો છે.

- text

મોરબીમાં લોકડાઉનની ગંભીરતા ન સમજતા કેટલાક લોકોની બિન્દાસ્ત જોખમી રીતે હડિયાપટ્ટી ચાલુ હોવાથી તંત્ર એક પછી એક એમ કડક પગલાં લઈ રહ્યું છે. ખાસ કરીને લોકોની બિનજરૂરી અવરજવર ઉપર અંકુશ મેળવવા માટે શહેરના મુખ્યમાર્ગોને ચાલુ રાખીને બાકીના માર્ગો બંધ કરી દીધા છે. જેમાં સામાકાંઠે હાઉસિંગ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ડબલ પટ્ટીના એક માર્ગને બંધ, ત્રિકોણ બાગથી કલેકટરના બંગલા સુધીનો રસ્તો, મહેન્દ્ર ડ્રાઈવ રોડથી દરબાર ગઢ સુધીનો માર્ગ પોલીસે બંધ કરી દીધો છે. ઉપરાંત, રવાપર ગામથી મોરબી અવરજવરનો માર્ગ બાપા સીતારામ ચોક પાસે બંધ કરી દેવાયો છે. મુખ્ય રસ્તાઓ સિવાયના રસ્તાઓ બંધ કરી તેમજ મુખ્ય રસ્તાઓમાં પણ એક માર્ગને ચાલુ રાખીને પોલીસ સ્ટાફે લોકડાઉનના જાહેરનામાનો કડક અમલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text