હળવદના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી સરકારને મદદ કરવા આગળ આવ્યા

- text


હકાભા ગઢવીએ તેમના ત્રણ ખાતામાં પડેલ તમામ રકમ સરકારને આપવાની કરી જાહેરાત

મોરબી : કોરોના સામેની લડાઈમાં સરકારને આર્થિક રૂપે મદદરૂપ બનવા વડાપ્રધાન નરેન્દ્રમોદીના ટ્વીટ બાદ હવે લોકો સામે આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના હાસ્ય કલાકારે પોતાના 3 બેંક એકાઉન્ટમાં રહેલી તમામ ધનરાશી કેન્દ્ર સરકારને અર્પણ કરવાનો નિર્ણય કરતો વિડીઓ જાહેર કર્યો છે.

- text

હળવદના હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાઇરલ કરી જાહેર કર્યું છે કે તેઓના ત્રણ બેંક એકાઉન્ટમાં જેટલી ધનરાશી છે એ તમામ તેઓ વડાપ્રધાન રાહત ફંડમાં કોરોના સામેની લડાઈમાં આપી રહ્યા છે. હાલ એ બેંક ખાતામાંથી ઘરખર્ચ પૂરતી 50 હજારની રાશી ઉપાડ્યા બાદ હવે જેટલા પણ રૂપિયા બચ્યા છે એ તમામ રૂપિયા તેઓ કેન્દ્ર સરકારને અનુદાન રૂપે આપશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text