હળવદના ધનશયામપુર ગામે એક મહિલા મળી આવી

- text


હળવદ : હળવદ તાલુકાના ધનશયામ પુર ગામેથી આજે એક મહિલા મળી આવી હતી. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈને આ મહિલાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ મહિલા સુલોચનાબેન બુધારામ ઉંમર આશરે ૩૬ વર્ષ રહે નાગપુર મહારાષ્ટ્ર હોવાની ઓળખ મળી છે. આથી, મહિલાની આ વિગતની ખરાઈ કરવા હાલ હળવદ પોલીસ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કર્યો છે. જો કે પ્રાથમિક તપાસમાં આ મહિલા માનસિક અવસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે આ મહિલા ખરેખર મહારાષ્ટ્રની જ છે કે કેમ તેમજ મહારાષ્ટ્રથી હળવદ કેવી રીતે પહોંચી અને અહીંયા શુ કામ આવી? તે પરિવારથી ભૂલી પડીને અહીંયા પહોંચી છે કે કેમ તે અંગે હળવદ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

- text