મોરબીના ફડસર ગામની સીમમાંથી અજાણ્યા આધેડની લાશ મળી

- text


મોરબી : તાલુકાના ફડસર ગામની સીમમાંથી અજાણ્યા આધેડની લાશ પડી હોવાની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે જઈ લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે હોસલીટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકાના આમરણ ગામની બાજુમાં આવેલા ફડસર ગામની સીમમાં અજાણ્યા આધેડની લાશ પડી હોવાની જાણ થતાં તાલુકા પોલીસે લાશનું પંચનામું કરી તેની ઓળખ મેળવવા તજવીજ આદરી છે. આશરે 55 વર્ષીય મૃતકના ડાબા હાથે કાંડા પર તલ છે. મૃતકે ઉભા પટ્ટાની ડિઝાઇન વાળો મેલો શર્ટ તેમજ કાળું પેન્ટ પહેરેલ છે. દાઢી મૂછ વાળા આ મૃતકની ઓળખ મળે એવા અન્ય કોઈ પુરાવા મળેલ ન હોય ઉપરોક્ત વર્ણન વાળા આધેડની કોઈને જાણકારી હોય તો મોરબી સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા એક યાદીમાં તાલુકા પોલીસે જણાવ્યું છે. મૃતક અંગે વધુ તપાસ તા.પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. જે.બી.ઝાલા ચલાવી રહ્યા છે.

- text