મોરબી બાયપાસ પાસેની સોસાયટીઓમાં ભૂગર્ભની ગંદકી ઘરોમાં ફળી વળી

- text


મોરબી રાજકોટ હાઇવે પર અણઘડ કામગીરીના કારણે આ ગટર સમસ્યા વકરી : જવાબદાર તંત્રએ હાથ ઊંચા કરી દેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબી કંડલા બાયપાસથી પંચાસર ચોકડી સુધી આવેલી સોસાયટીઓમાં ભૂગર ગટરની ગટરની બેસુમાર ગંદકી ઘરોમાં ફરી વળી છે. જો કે મોરબી રાજકોટ હાઈને અણઘડ કામગીરીના કારણે આ ગટર સમસ્યા વકરી છે અને ઘરોમાં ગટરના પાણી ઘુસી જતા આ ગંભીર સમસ્યાની રજુઆત સામે પાણી પુરવઠા તંત્રએ હાથ ઊંચા કરી દેતા અને પાલિકામાં કોઈ રજુઆત સાંભળવાવાળું ન હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબી કંડલા બાયપાસ સામે આવેલ અમી પેલેસ સહિત પંચાસર ચોકડી સુધીની શ્રીજી પાર્ક, દેવેન પાર્ક, ઇન્દ્રપ્રસ્થ સહિતની પાંચથી છ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરના પાણી ઘરો અને ફળિયામાં ઘુસી ગયા છે. અને આજુબાજુના ખાલી પ્લોટમાં પણ ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે. આથી, ગટરની બેસુમાર ગંદકીના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. આ બાબતે સ્થાનિકોને જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં મોરબી રાજકોટ હાઇવેનું કામ ચાલી રહ્યું છે, પણ આ કામ ખુબ અણઘડ રીતે થતું હોવાથી આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. જેમાં મોરબી-રાજકોટ હાઇવેના કામ દરમિયાન ત્યાં રહેલી ગટર બુરીને માથે ડામર પાથરી દીધો છે. અહીંયા ગટરનું સાવ બુરાણ કરી દેતા આ સોસાયટીની ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. તેથી, આ સોસાયટીઓમાં ગટર ઉભરાઈ રહી છે.

- text

આ સોસાયટીમાં ગટર ઉભરાતા પીવાના પાણીમાં પણ ગટરના કૃષિત પાણી ભળી જાય છે. જેથી, મહામારી થવાની ભીતિ સેવાઇ રહી છે. અત્યારે ગંદકી એટલી હદે વધી ગઈ છે કે ગમે ત્યારે આ સોસાયટીઓમાં રોગચાળો વકરી શકે એમ છે. 15 દિવસથી આ વિકટ પ્રશ્ન હોય આ ગંભીર બાબતે સ્થાનિકોએ જવાબદાર પાણી પુરવઠા તંત્રને વિગતવાર રજુઆત કરી હતી. પણ પાણી પુરવઠા તંત્રએ અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને હવે અમે કંઈ ન કરી શકીએ, તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં તેઓ પાલિકામાં ગયા હતા પણ ત્યાં રજુઆત સાંભળવાવાળું કોઈ ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

- text